Single Post Banner

શાક ભાજી ના વાવેતર માટે શું ધ્યાન રાખવા જેવું..

potato-capcicum-tomato-farming

જીંડવા કોરી ખાનાર ઈયળોની મોજણી માટે જે તે જીવાતના ફેરોમોન ટ્રેપ (હેક્ટર દીઠ પાંચની સંખ્યામાં) ગોઠવી જીવાતની ગતિ-વિધિ જાણી શકાય છે. ખેતરમાં એકમ વિસ્તાર દીઠ વધારે સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવી જે તે જીવાતના નર ફૂંદાને આકર્ષી તેની વસ્તી ધટાડી શકાય છે. કેટલાક જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરી જીંડવા કોરી ખાનાર ઈયળોનું નિયંત્રણ કરી શકાય છે. ઈંડાંના પરજીવી ટ્રાઈકોગ્રામા ભમરી પ્રતિ હેક્ટરે ૧.૫ લાખ પ્રમાણે અઠવાડીયાના અંતરે ૬ થી ૭ વખત છોડવાથી જીંડવા કોરી ખાનાર ઈયળોની વસ્તી કાબૂમાં રહે છે. લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે એનપીવી (૪૫૦ એલઈ/હે)નો છંટકાવ સાંજના ઠંડા પહોરે કરવાની ભલામણ છે. પિંજર પાક તરીકે કપાસની ૧૦ હાર પછી એક હાર પીળા ફૂલવાળા ગલગોટા (હજારી)નું વાવેતર કરવાથી લીલી ઈયળનું નિયંત્રણ થાય છે. ખેતરમાં પરજીવી અને પરભક્ષી કીટકોની વસ્તી પુરતા પ્રમાણમાં જોવા મળે તો લીમડાના મીંજમાંથી બનાવેલ ૫% ના પ્રવાહી મિશ્રણ અથવા એઝાડીરેક્ટીન આધારીત કીટનાશક દવાનો જરૂર મુજબ છંટકાવ કરવો.